તારા વિનાની ઢળતી સાંજ-૯

(104)
  • 9.3k
  • 6
  • 3.8k

એ ફોન પછી મારા મા બધું જ અસ્ત્વ્યસ્ત થઈ ગયું હતું.. કેટલી નીચ હરકત કરી હતી શુભલા એ.. નબિર પછી એ એક જ તો હતું જેના સહારે મારા દિવસો નિકળતા હતાં.. ભઈલૂડી ની હીમ્મત પણ કઈ રીતે થઈ એના વિશે વિચારવાની.. એ મારુ મંગળસૂત્ર એની રચના ને આપવાનો વિચાર પણ કઈ રીતે કરી શકે.. મારુ મગજ બધા જ હાઈ ટેમ્પરેચર ના વિચારો વચ્ચે ફુદરડી ફરી રહ્યુ હતું. આજે તો એ ઘરે આવે એટલે એની ખેર નથી.. મારા મગજમાં હજુ પણ એના શબ્દો ઘૂમી રહ્યા હતાં, “બે શુભલા.. તારી બેનનું મંગળીયું વેચવાનું હોય તો લઈ આવજે.. કે પછી રચનાને એમ જ આપી દેવુ છે.. ” કેટલી નિર્લજ્જ્તા..!!! સાંજના સાડા પાંચ વાગી ચૂક્યા હતાં. સૂરજ પોતાની દુકાનને બન્ધ કરવાની તૈયારી કરી રહ્યો હતો. રસ્તા ઉપર લોકોની ચહલ-પહલ વધી રહી હતી. સમોસા અને વડાપાઉં ની લારીઓ પર નોકરીયાત પુરુષોનો મેળાવડો જામી રહ્યો હતો. મેક’ડી, ડોમીનૉઝ, નિઓ પોલિટન અને મોનોમેન માં યન્ગસ્ટર્સની સંખ્યા વધી રહી હતી. સી.સી.ડી તો ઓવર ફ્લૉ થઈ રહ્યાં હતાં. ડાયનામાઈટ મૉલના ચોથાં માળેથી ઓવર-બ્રીજ પર નો નજારો સુન્દર દેખાઈ રહ્યો હતો. ચારેય બાજુએથી કાચના બનેલાં ગ્રીન કાફેના કૉર્નર પરનાં ટૅબલ પર બેઠાં-બેઠાં હું છેલ્લાં એક કલાક્માં સાત કપ કૉફી ગટગટાવી ચૂકી હતી. છેલ્લાં અડધા કલાકમાં હું લગભગ આઠ થી દસ કૉલ કરી ચૂકી હતી શિવને.. પરંતુ તેણે હજુ સુધીમાં એક પણ કૉલનો જવાબ ન્હોતો આપ્યો. મેં ફરીવાર એને કૉલ લગાવ્યો. આ વખતે કૉલ રીસીવ થયો, “હેલ્લો, શિવ.. ” “હલો મેડમ.. તમે જીને કૉલ કયરો સે, એનું અંઈયા ખૂન થઈ ગયું સે..”