હું એજ તું -03

(38)
  • 5.2k
  • 8
  • 639

બધાં જ સેકન્ડ યરનાં વિદ્યાર્થીઓએ મને ઊંચકી લીધો.. મિશ્રા સરે દોડતાં આવીને મને ગળે લગાવી દીધો, ગુડ જોબ મિત.. તુમને બીચમેં તો મુજે ડરા હી દિયા થા.. મારું ધ્યાન સરની કે કોઇપણની વાતોમાં નહોતું લાગી રહ્યું. હું હજુંપણ શોધી રહ્યો હતો.. મારાં એ ફૂલને.. જે પોતાની સુગંધ મારા રોમ-રોમમાં પ્રસરાવી ગયું હતું. આખરે એનાં કારણે જ તો બુઝતો દીવડો ફરીવાર પ્રકાશમાન થયો હતો. ટ્રોફી લીધી પરન્તુ આજે પહેલીવાર હાથમાં ટ્રોફી હોવાં છતાં પણ મારા ચહેરા પર ખુશીનું રાજ નહોતું. મારી આંખો નિરાશ હતી. એ તરસ્યા રણની જેમ મારા આંતર-તંત્રને વધું ને વધું સૂકું બનાવી રહી હતી. મારી આસપાસનાં બધાંની ખુશી ભેગી થઈને પણ મને એકને ખુશ કરી શકતી નહોતી. મારી ખુશીને હું હારી ચુક્યો હતો.. એ નાનકડાં.. ભોળપણથી ભરેલાં ફૂલની આગળ.. હમણાં અડધો કલાક પહેલાં બધુંજ વ્યવસ્થિત હતું.. મારામાં.. પરન્તુ એ બે મિનિટે મારું અડધું અંગ મારી પાસેથી છીનવી લીધું હતું અને એ છતાં પણ હું સાતમાં આસમાન પર હતો. કોઈ દર્દ મને અડી શકતું નહોતું. હું ચાલતો થયો, મારી હોસ્ટેલ તરફ.. એક જીતીને હારેલા ખિલાડીની જેમ.. એ લથડતાં પગમાં હામ્ફેલી અને મરી રહેલી ઈચ્છાઓને જોઈને વેદ એ બૂમ લગાવી, ક્યાં ચાલ્યો દોસ્ત.. આજ તો પાર્ટી મેં દૂંગ઼ા તુજે.. અપની જીતકે નામ.. ચલ આજા..