જાગૃત ઈચ્છાઓ

(16)
  • 3k
  • 3
  • 729

મેં ક્યારે પણ સારી રીતે અરીસો નથી જોયો. હું જમીન પર ચાલતી ત્યારે પણ વિચારતી કે હું આ ધરતી પર કેટલો મોટો ભાર છું. મને લાગતું કે હું કોઇને ઉપયોગી થાય તેવું સારું કાર્ય કરી જ નથી રહી. મારી સાથે જે કંઈ ખરાબ ઘટના બને તેના માટે પણ હું હંમેશાં મારી જાતને જ દોષી માનતી હતી અને વિચારતી હતી કે મારી સાથે જે કંઇ બની રહ્યું છે હું તેને લાયક જ છું. જ્યારે મારા જીવનમાં કોઇ સારી ઘટના બને તો તેનો શ્રેય હું બીજાને આપતી અથવા મારા ભાગ્યને આપતી... આ વાક્યો છે ચીલૂ ચંદ્રનના.