નટવર મહેતાની કવિતાઓ - 1

(11)
  • 5k
  • 7
  • 1.1k

પ્રેમમાં છું ઠુકરાવો તમે કે મને પ્યાર કરો, હું પ્રેમમાં છું; જે કરવું હોય એ લગાતાર કરો, હું પ્રેમમાં છું. નથી બચવાની કોઈ જ આશા, નથી નિરાશા; હોય જો કોઈ તો સારવાર કરો, હું પ્રેમમાં છું. નસીબમાં હતું જ ઇશકમાં પાયમાલ થવાનું; હવે તમે તમારી દરકાર કરો, હું પ્રેમમાં છું. ધરાર ઇકરાર કરો સનમ કે કરો ઇન્કાર તમે; કદી મારા ઇશ્કનો ઇઝહાર કરો, હું પ્રેમમાં છું. ન તો રૂબરૂ થયા, ન તો સપનામાં પધાર્યા; મારા સપનાંને તો સાકાર કરો, હું પ્રેમમાં છું. તમારી ચાહતથી ય નથી મળતી રાહત મને; ચાલો, આજે મીઠી તકરાર કરો, હું પ્રેમમાં છું. નજર નચાવો અથવા