પ્રેમની પરિભાષા

(28)
  • 3.8k
  • 8
  • 847

આજ સતત વિચારોની હારમાળા વચ્ચે પાલવ ખાલી ખાલી ચક્કર લગાવતી હતી ,કોઈ હેતુ વગર વસ્તુને અહીંથી ત્યાં મૂકતી ને પરદા હટાવ્યા કરતી હતી,આજ એ પોતાના માતા પિતાને યશની વાત કરવાની હતી,મનોમન કેટલા વિચાર કરી લીધા હતા ,કે જો મને ના પાડશે લગ્ન માટે તો?તો હું કદાચ અહીં થી નીચે .....ના ના એવું કરાય ? તો મારા વગર યશની શું હાલત થાયઅને ...પાપા તો એ વિચારે ..કંપી ઉઠી નાના એવું એવું તો હું ના જ કરું