એક ચાન્સ

(55)
  • 3.7k
  • 7
  • 1.1k

રવિવારનો સૂર્ય દરરોજ કરતા કૈંક અલગ હોય છે. ઊગે છે તો એના સમયે પણ લોકોની સવાર થોડી મોડી પડતી હોય છે. સવારના દસ વાગ્યા ને ધ્વનિની આંખો ખૂલી ! ચા બનાવી છાપું હાથમાં લેતા પહેલાં તારીખિયામાંથી પાનું ફાડ્યું, પણ એકને બદલે બે ફાટી ગયાં. ૩૦ નવેમ્બર ને સોમવાર પર નજર પડતાં જ ધ્વનિની આંખમાં એક ચમક આવી ને ગઈ થોડી ઉદાસી પણ વ્યાપી વળી. ૩૦ નવેમ્બર એની અને વ્રજની એ પહેલી મુલાકાત… આજે બધું ફિલ્મની જેમ નજર સામે તરવરી રહ્યું.