અમુક સંબંધો હોય છે... - 7

(68)
  • 4.8k
  • 3
  • 1.2k

આગળ ભાગ ૬ માં આપે જોયું કે, અનમોલ રોજની માફક ઘરની અંદર આવી ઓફીસ બેગ સોફા પર મુકતા મોટેથી જાનવીને બોલાવે છે. જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે કિચનમાં જઈ ફરી મોટેથી જાનવીને બોલાવે છે. તે એક નજર બહાર ગાર્ડનમાં ફેરવે છે. સામેથી જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે પોતાની જાતને જ કહે છે.” જાનવી હોલ, કિચન કે ગાર્ડનમાં નથી તો શું થયું...! ઉપર બેડરૂમમાં હશે. આજે ફરી બેડરૂમને એક નવો જ રોમેન્ટિક લુક આપી રહી હશે.” અનમોલ ‘આશિક બનાયા, આશિક બનાયા આપને...’ સોંગ ગણગણતો સીડી ચડી ઉપર બેડરૂમ તરફ જાય છે. બેડરૂમ માંથી જાનવીનો ખાસવાનો અવાજ સંભળાતા તે સોંગ ગણગણવાનું બંધ કરી જલ્દી અંદર જાનવી પાસે જાય છે. જાનવીને બેડ પર ગરમ બ્લેન્કેટ ઓઢેલ જોય અનમોલ ગભરાય જાય છે. “ જાનવી શું થયું તને ” આટલું બોલતા તે જાનવીના કપાળ પર હાથ મુકે છે. “ઓહ, માય ગોડ...તને તો સખત તાવ છે” હવે આગળ -