લિખિતંગ લાવણ્યા - 14

(138)
  • 7.3k
  • 6
  • 2.6k

સુરમ્યા એકલી ઓફિસમાં બેસી લાવણ્યાની ડાયરી વાંચી રહી છે. લાવણ્યાની વાત રસપ્રદ તબક્કે પહોંચી છે. ત્યાં જ એના પપ્પાનો ફોન આવે છે કે સુરમ્યાના મમ્મીએ ઊંઘની ગોળી ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હોસ્પીટલના ઈમરજંસી વોર્ડમાં ડોક્ટર પત્રકારો પોલિસ, એક તમાશો થઈ જાય છે. મમ્મી બચી જાય છે અને સુરમ્યાને ખ્યાલ આવે છે કે મમ્મીએ આપઘાતનું માત્ર ત્રાગું જ કર્યું હતું. પપ્પા મમ્મીને કાયમ મુજબ માફ કરે છે પણ સુરમ્યાનું મન આળું થઈ ગયું છે, એને હાલપૂરતું મમ્મી સાથે એક છત નીચે રહેવું નથી. એ અનુરવને કહે છે કે મને તારા ઘરે લઈ જા! 14મા પ્રકરણમાં અહીંથી વાત આગળ ચાલે છે.