સ્વપ્નશિ૯પી

(17)
  • 2.6k
  • 3
  • 708

મધમધતા રંગબેરંગી પુષ્પો, તેમની મનમોહક ખુશ્બૂઓ અને લાઈટીંગ ડેકોરેશનથી આખું કેમ્પસ જાણે આસમાનમાં તારલાઓથી મઢેલ કોઈ ગ્રહની જેમ આકર્ષિત લાગી રહ્યું હતું. કેમ્પસમાં આવેલ ગેસ્ટહાઉસમાં સવારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. રાજકીય નેતાથી માંડી શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજનાં આગેવાનોનાં પગરણથી કેમ્પસ ધમધમી રહ્યું હતું. હર્ષોલ્લાસનું વાતાવરણ અને વિદ્યાર્થીઓમાં પણ ગજબની સ્ફૂર્તિથી કેમ્પસ કિલ્લોલ કરી રહ્યું હતું. કેમ્પસની બહાર શાંત શહેરમાં પણ ભારે અવરજવર વર્તાઈ રહી હતી. બધી હોટેલ્સ વાલીઓથી ફૂલ થઈ ગઈ હતી. બસ દરેકની મીટ ઘડિયાળનાં કાંટા પર હતી.‘કયારે પાંચ વાગશે? માંડ ચાર વાગ્યા હશે ત્યાં આખું ઓડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું.