બારી બહાર

(18)
  • 13.4k
  • 2
  • 2.6k

ઘણા દિવસો થઇ ગયા ટ્રેન માં મુસાફરી કર્યા એને લાવને જરા આજે ક્યાય ટ્રેન માં વિહરીયાવું. એવું વિચારી હું રેલ્વેસ્ટેશને જવા માટે નીકળ્યો. ત્યાં પહોચ્યો તો ટ્રેન ઉભીજ હતી.જડપથી સાસણ ની ટીકીટ લીધી, ડબ્બામાં પ્રવેશ્યો તો ડબ્બો આખો ખાલી હતો મને બારી પાસે બેસવું બહુ ગમે એટલે તરતજ હું જઈ બારી પાસે બેસી ગયો. ત્યાં એક ઘરડા માડી અને બાપા આવ્યા. મારી સામેની સીટ પર બેઠા. એક બેન એની ૨ ટ્વીન્સ દીકરીઓને લઈને આવ્યા. મારી બાજુમાં બેઠા. ટ્રેન ધીમે ધીમે ચાલતી થાય છે.