20મી સદીના પુરુષનો પ્રેમ મહદંશે સ્ત્રીની બે આંખોથી શરૂ થઈને તેના બે પગ વચ્ચે સમાઈ જતો, પણ આજે જમાનો બદલાયો છે. આજની સ્ત્રી શુષ્ક બનીને સેકસ ટૉયની જેમ પથારીમાં નથી પડી રહેતી, તે સેક્સમાં પણ નવો રોમાંચ, કંઇક નવું એન્ટરટેન્મેન્ટ ઝંખે છે. આજનો જમાનો રતિનો છે. એવી રતિ, જેની પાસે ચાર્મ છે, ચોઈસ છે, ચબરાકિયત છે. મનપસંદ કામદેવ શોધવાનો તેની પાસે અલાયદો અને અબાધિત અધિકાર છે. પ્રેમ એવી અવસ્થા છે, જેમાં નમણી રમણીઓના હાથમાં શોભતા પ્રણયપુષ્પોરૂપી નાજુક તીર વડે કામાતુર અને પ્રેમમાં આસક્ત એવા લોખંડી છાતી ધરાવતા હૃષ્ટ-પુષ્ટ યોદ્ધાઓનો શિકાર કરવામાં આવે છે.