તારા વિનાની ઢળતી સાંજ-૮

(105)
  • 8.6k
  • 16
  • 3.2k

આજના દિવસમાં ખબર નહીં મને આ કેટલાંમી વખત ઝટકો લાગ્યો હતો. પણ બીજી બધીજ હકીકતો કરતાં આ વાસ્તવિકતાને પચાવવી અઘરી હતી. ગાડીમાં એ.સી ચાલુ હોવાં છતાં પણ હું પરસેવે નીતરી ગઈ હતી. ફોન નીચે પડવાના કારણે વિરનું ધ્યાન મારા પર ગયું અને એણે મને બોલાવવાનો પ્રયત્ન કર્યો પરન્તુ હું એમ જ દિગ્મૂઢ બનીને બેઠી હતી. મારી પાંપણો પર પલકારાનો ભાર સવાર થવા લાગ્યો હતો. ખૂ..શુ.. વિરે મને એનાં ડાબા હાથે ઢન્ઢૉળી નાખી હું લગભગ ઝબકી જ ગઈ.