સર્કસ ની ટીકીટ

(24)
  • 3.1k
  • 2
  • 732

વાત છે તે દિવસની જયારે અમે મિત્રો, હું, રાજ, વિશાલ, રોહિત, ભાવેશ, અને પ્રતિક, બધા સોમનાથ જવા માટે ઘરે થી નીકળેલા. સવારે ૮ વાગ્યે ટ્રેન સ્ટેશન પર આવી જતી, એટલે અમે લોકો ૭:૪૫ વાગ્યે ૧૫ મીનીટ અગાઉ ત્યાં પહોચી ગયા. અમારા મિત્ર મંડળ માં રાજ એ અમારો હિસાબનીશ. કોઈ પણ હિસાબ હોય એ બધો તેજ સંભાળે, એટલે તે ટ્રેન ની ટીકીટ લેવા ગયો. ટીકીટ આવ્યા પછી અમે મિત્રો પ્લેટફોર્મ પર ઉભા ઉભા વાતોથી મસ્તી કરતા હતા. એવામાજ અમારી પાસે એક ફેમેલી આવીને ઉભું રહી ગયું.