ઓણમ દરમિયાન, મિઠાઈ અને લોકોમાં આનંદનું વાતાવરણ, સૌથી સારા વસ્ત્રપરિધાન, એ મહાબલિના પૂર્ણ શાસનકાળ દરમિયાન સમૃદ્ધિ અને આનંદભર્યા જીવનનું સંસ્મરણ કરાવે છે. લોકો ઓણમ દરમિયાન નવા વસ્ત્રો પહેરે છે. વસ્ત્ર નો એક અર્થ હદય પણ થાય છે. અંતિમ વરદાન રૂપે, મહાબલિને વર્ષમાં એક વાર પોતાના સ્વજનોની મુલાકાત લેવાની મંજુરી આપી. આથી, કેરળવાસીઓ મહાન રાજા મહાબલિની યાદમાં ઓણમના તહેવાની ઉજવણી કરે છે, જે મુલાકાત લેવાનું પોતાનું વચન પાળે છે. મહાબલિની ગણના સત્ય ( સત્ય ) માટે આત્મબલિદાન કરનાર મહાન વ્યક્તિ તરીકે થાય છે. મહાબલિ નામનો અર્થ જ મોટું બલિદાન આપવું થાય છે.