વમળ પ્રકરણ 14

(70)
  • 4.8k
  • 2
  • 1.6k

વમળ માનવીની જિંદગીમાં ઉઠતાં રોમાંચક વમળોની કથા. મેક્સિકોના કેન્કુનમાં વેકેશન માટે ગયેલી શ્વેતા ભારદ્વાજની અનાયાસે જ આર્યન પંડિત સાથે મુલાકાત થાય છે. આ મુલાકાતથી એની જિંદગીમાં કઈંક ફેરફાર થવાના હતા. એક બાજુ શ્વેતા કેનકુનની રળિયામણી સાંજ માણી રહી હતી અને ઇન્ડીયામાં એના પરિવારમાં એક વમળ આકાર લઇ રહ્યું હતું જેની પાછળ પાછળ શ્વેતાના પરિવારમાં ઝંઝાવાતો જાગવાના હતા. આ કહાનીની શરૂઆત છે વમળ ની. “વમળ” એક એવા પરિવારની કથા છે જેમાં પરિવારના પાત્રો કુદરતે સર્જેલા સંજોગોમાં અટવાઈ જઈ સંબંધોમાં અનેકાનેક વમળો સર્જે છે. ઘણીવાર મનુષ્ય વિધાતાએ ચિંધેલા માર્ગે પોતાની ઈચ્છા અને આદતથી વિરુદ્ધ દોરાતો જાય છે. જયારે તમારી મથરાવટી મેલી ના હોય છતાંપણ સંજોગોએ ઉભા કરેલા બનાવોમાં જો પ્રતિકાર કર્યા વિના દોરાતાં રહો ત્યારે ભવિષ્યની જીંદગીમાં અનેક સવાલો ઉઠે છે અને એ જવાબો આપવાનું કે શોધવાનું ઘણું અઘરું થઇ પડે છે. સમૃદ્ધ પરિવાર હમેશા સુખી જ હોય છે એ ભ્રમનો “વમળ” ભંગ કરશે એ રીતે કથાવસ્તુ તૈયાર કરી છે છતાં વમળ પણ અનેક લેખકોના હાથ નીચેથી પસાર થવાની છે તો મારી ઈચ્છા વિરુદ્ધના વમળો પણ સર્જાશે જ એની પુરેપુરી વકી છે. - સૂત્રધાર -અજય પંચાલ (USA)