લિખિતંગ લાવણ્યા પ્રકરણ 12

(143)
  • 6.7k
  • 2
  • 2.4k

ગત સપ્તાહે આપણે જોયું કે લાવણ્યાના પેટમાં બાળક શ્વાસ લઈ રહ્યું હતું એ છુપાવી રાખેલા સમાચારની આખરે ચંદાબાને ખબર પડી. અંદરથી ઈર્ષ્યા અને ઉપરથી દયાની લાગણીઓ વચ્ચે ઝઘડીને ચંદાબાએ છેવટે સ્વાર્થની લાગણીનો રસ્તો પસંદ કર્યો. પતિ અને સસરાને વિશ્વાસમાં લઈ એવી સોગઠી ગોઠવી કે નિસંતાન ઉમંગ અને ચંદાબા લાવણ્યાના આવનાર બાળકને દત્તક લઈ લે અને લાવણ્યાને પરિવારમાંથી વિદાય આપે. સસરાજીની પણ આ વિચારમાં સંમતિ હતી. તરંગને તો કંઈ પૂછવાનો રિવાજ જ નહોતો આ પરિવારમાં. તેથી અચાનક ફૂંકાયેલી આ સ્વાર્થની આંધીમાં હવે પોતાની ગોદમાં પાંગરેલા આ છોડને અને પોતાના ત્રણ જણના પરિવારની વિખેરાતો બચાવવાની જવાબદારી લાવણ્યાના નાજુક ખભા પર આવી ગઈ હતી. જોઈએ બારમા પ્રકરણમાં આ વાત ક્યાં પહોંચે છે!