ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 3

(62)
  • 6.9k
  • 7
  • 2.5k

પ્રમુખના ભાષણના છેલ્લા શબ્દોનું ઉચ્ચારણ થયું ત્યારબાદ ત્યાં બેસેલા લોકો પર તેની જે અસર થઇ તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તાળીઓનો ગડગડાટ, લોકોની હર્ષમાં આવી જઈને પડેલી બૂમો, સૂત્રોનો અવાજ. હુર્રે નો એક સાથે જયઘોષ, અને અમુક એવા શબ્દો જેને માત્ર અમેરિકન ભાષા સમજતો વ્યક્તિ જ સમજી શકે એ પણ જોરજોરથી ઉચ્ચારવામાં આવ્યા. હોલમાં તો લગભગ અફરાતફરી મચી ગઈ. લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને સાથે સાથે જમીન પર પોતાના પગ પણ પછાડી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે ગન ક્લબના મ્યુઝીમમાં મુકવામાં આવેલી તમામ તોપો જો ભેગી કરીને પણ એકસાથે ફોડવામાં આવે તો પણ તે આ અવાજને તે હરાવી શકે તેમ ન હતી.