લ્લે ગઈ દિલ્લ, ગુડ્ડી પંજાબ દી

  • 4.3k
  • 1k

ભાઈઓ, ભાઈઓ, બહેનો, બહેનો, આજનો દિવસ સુધરી ગયો ગગનવાલાનો. ‘ટાઇમ’ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’માં એક ઉમ્મીદવાર છે ઇન્ડિયા કા વઝીરે આઝમ! અને ‘ફોરચ્યુન’ મેગેઝિનમાં ફોરકાસ્ટ છે કે ૨૦૧૬ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની ટોપ ટિકિટમાં એક ઉમ્મીદવાર હશે, હર એક્સેલેન્સી નમ્રતા ‘નિક્કી’ રન્ધાવા હેઇલી. નિક્કી અમેરિકાના એક રાજ્ય સાઉથ કેરોલાઇનાનાં ગવર્નર છે એટલે ‘હર એક્સેલન્સી’. વય ૪૩ વર્ષ. ફોરચ્યુન મેગેઝિનના કાચગોળામાં દેખાયું છે કે પ્રેસિડેન્ટ તરીકે માર્કો રૂબિયો અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિક્કી હેઈલી ચૂંટણી લડશે સામા પક્ષે હશે ડેમોક્રેટિક ઉમ્મીદવાર ફોરચ્યુનના વર્તારા મુજબ ‘ફોરમિડેબલ’ હિલરી.