છેલ્લા કેટલાક વર્ષોથી પરિવર્તન નો પવન ફૂંકાયો છે, ફક્ત ભારત પુરતું સીમિત નથી પણ પૂરી દુનિયામાં ઈન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયાનું વાવાઝોડું ફુંકાયું છે. તેમાં દુનિયામાં મોટા ભાગના લોકો અસરગ્રસ્ત છે. સોશિયલ મીડિયાનું વાવાઝોડું ક્યાંક પોતીકાને જ ધૂળની ડમરીઓમાં દુર દુર અને ખુબ દુર ફંગોળતાં તો નથી ને તેમાં જોઈએ તો પ્રિન્ટ મીડિયા, સ્ક્રીન મીડિયા,ફેસબુક,વોટ્સઅપ,ટ્વીટર, ઈન્ટરનેટ,ઓનલાઈન શોપિંગ અને સ્માર્ટ ફોન વગેરે લોકોમાં ખાસું પરિવર્તન જોવા મળે છે. એનાથી દુનિયા નાની થઇ ગઈ છે, પણ દુરના લોકો નજીક આવી રહ્યા છે અને નજીકના લોકો દુર થઇ રહ્યા છે. અતિરેક હમેશા દુખદ જ હોય છે. Social Media is about sociology and psychology more than Technology .