કોઈકને જ સંભળાવાનો ટહુકો

  • 3.8k
  • 3
  • 925

કોઈકને જ સંભળાવાનો ટહુકો તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું... ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે આખું ગગન મારું ઝોલે ચડ્યું... લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ જેમ ઊજળી કો સારસની જોડ, પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું વાંસળીને જોડ માંડે હોડ; તરસ્યાં હરણાની તમે પરખી આરત ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું... મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ નીરખું નીરખું ન કોઈ કયાંય, એવી વનરાઈ હવે ફાલી સોનલ કયાંય તડકાની લ્હાય નહીં ઝાંય; રમતીલી લ્હેરખીને મારગ ન કયાંય વન આખું રે લીલેરા બોલે મઢ્યું... -ભીખુભાઈ કપોડિયા એમ કહી શકાય કે સૃષ્ટિ પર જે કંઈ છે તે સઘળું