પન્ના કી તમન્ના હૈ

  • 4.6k
  • 1
  • 1.3k

એકવાર ગુજરાતના કોઈ ગામડાના મહિલાઓના કશાક શૈક્ષણિક આશ્રમમાં હું ગયેલો અને ત્યાંની માટી લીંપેલી ઝૂંપડીઓની ભીંતે પન્નાબહેનની એક કવિતા ચીતરેલી જોયેલી. મારી આંખમાં લોહી તરી આવેલું. મારી વાર્તા લખાય એવડી મોટી ભીંત હતી, પણ વાર્તા કોણ લખે? આજના માસ્ટર ઓફ સેરેમની રાહુલભાઈ ખંતપૂર્વક જાસૂસી કરીને જાણી લાવ્યા છે કે નરગિસને ફિલ્મમાં રોલ આપતાં પહેલાં રાજકપૂરે પન્નાબહેનને ઓફર કરેલી પણ પન્નાબહેને કહેલું કે નહીં રાજ, હમ તો બોલિવૂડ નહીં હોલિવૂડ જાયગા. રાહુલભાઈ તે પણ જાણી લાવ્યા છે કે હોઝે ગોગન્ઝાલઝ નામે પન્નાબહેનનો એક ભૂતપૂર્વ ગુપ્ત પ્રેમી મેનહાટનમાં ટીશર્ટની દુકાન ચલાવે છે, દર પૂનેમની રાત્રે બંને જણ છાનાંમાનાં બ્રુકલિન બ્રિજ ઉપર ગુફતેગો કરતા અને પન્નાબહેનની કવિતાઓનો તે આશિક છે.