હું એજ તું-૧

(71)
  • 4.9k
  • 16
  • 926

જૂન નું સળગતું રાજસ્થાન, સળગતો બાસ્કેટબોલ કોર્ટ અને એના થી પણ વધારે સળગતા લોકોના હૈયા.. તડકો અહિયાં નો એવો કે પળવારમાં શરીર પર નો પરસેવો પણ પોતાની સાથે ઉડાવી જાય..!! કોલેજનો સ્પોર્ટ્સ વિક આમ તો શિયાળામાં હોય, પણ રાજસ્થાન હંમેશા માટે ઊંધું જ ચાલતું.. અહિયાં ના લોકો નો સંઘર્ષ ઋતુઓના મારથી ઘટવાને બદલે વધી જતો.. શેખાવટી ડીસ્ટીક, આ ભૂમિ એ ઘણા શુરવીરો આપ્યા છે. રાજપુતાના રાઈફલ્સના અડધો અડધ સૈનિકોનું મૂળ.. આ વિસ્તાર નું એક માત્ર સંસ્કાર તીર્થ અને પર્યટન સ્થળ એટલે એમ.જી યુનિવર્સિટી.. કેમકે આજુ બાજુ કોઈ મોટો ગાર્ડન કે સ્થાપત્ય નહોતું. વિશાળ કેમ્પસ અને એથીય સમૃદ્ધ એની જાહોજલાલી..!! અહી દેશના ખૂણે ખૂણામાંથી યુવા હૈયાઓં ઉછળતા કૂદતાં કંઇક ને કંઇક બનવા માટે આવતા.. સ્પોર્ટ્સ વિક અહિયાં મેળા ની જેમ ઉજવાતો. આસપાસના ગામડાના યુવાનો એવા તડકામાં પણ નશીલા જોશ સાથે તેને જોવા માટે આવતા.. ગણતરી ની પળોમાં જ રમત ચાલુ થવાની હતી. વરાળ બહાર ફૂંકતો બાસ્કેટબોલ કોર્ટ એ રીતે ભર્યો હતો કે તડકાનું એકપણ સીધું કિરણ બેઠક કાર્પેટ પર નહોતું પડતું. એ કોઈને કોઈના માથા વડે જીલાઈને વરાળ થઇ જતું હતું..