યુદ્ધકેદી મજૂરો પાસેથી મહત્તમ કામ લેવા માટે તેમને જાનવરોની જેમ કામમાં જોતરવામાં આવતા. કામમાં ધીમા પડનારને ચાબુક વડે ફટકારવામાં આવતા અને ઘવાયેલા મજૂરો જો વધારે કામ આપવામાં અસમર્થ જણાય તો તેમને ગોળીથી વીંધી દેવામાં આવતા. માંદા પડવાનું કોઈને પરવડે એમ નહોતું, કેમ કે ‘માંદા પડ્યા તો મર્યા’નો નિયમ હતો. આ રીતે કમોતે મરીને અવગતે ગયેલા જીવ જ પછી એ પુલ પર પ્રેત રૂપે દેખા દેવા લાગ્યા અને…