સફળ થઇ જવાથી તું સુખી થઇ જઇશ

(79)
  • 7.3k
  • 23
  • 1.3k

તમને એવી ચોઇસ આપવામાં આવે કે તમારે સફળ થવું છે કે સુખી,તો તમે શું પસંદ કરો સફળતા માટે માણસે સુખનું કેટલું બલિદાન આપવું જોઈએ દરેક માણસને સફળ થવું છે. સફળ થવાની ઇચ્છા વાજબી પણ છે અને જરૂરી પણ છે. બધાને એક આગવી ઓળખ જોઈએ છે. બધાને જાણીતાં બની જવું છે. સેલિબ્રિટી સ્ટેટસ માટે માણસ કંઈ પણ કરે છે. મારા વિશે બધાને બધી ખબર હોવી જોઈએ. પોતાના વર્તુળમાં માણસ મોટો અને મોખરે થવાની મહેનત કરતો રહે છે. આપણને બધા ઓળખવા જોઈએ. બહાર નીકળીએ અને લોકો ઘેરી વળે. સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપલોડ કરીએ તો ફટાફટ લાઇક મળે. બધાને પોપ્યુલર થવું છે. ક્યારેય એવો વિચાર કર્યો છે કે આખું ગામ તમને ઓળખતું હોય અને ઘરે રાહ જોવાવાળું કોઈ ન હોય તો