આ વાત તારા અને મારા વચ્ચે જ રાખજે

(78)
  • 7.3k
  • 20
  • 1.4k

દરેક માણસનાં પોતાનાં થોડાંક અંગત સિક્રેટ્સ હોય છે. દરેક વાત બધાને કહેવાની હોતી નથી. અમુક વાત કોઈને કહી શકાતી નથી. દરેકના દિલમાં દરરોજ એક ડાયરી લખાતી હોય છે. આ ડાયરીનાં પાનાં મોટા ભાગે બંધ જ રહેતાં હોય છે. વાત તો દરેકને કહેવી હોય છે, પણ વાત કરવી કોને કેટલી વાતો એવી હોય છે કે જે હોઠ સુધી આવીને અટકી જતી હોય છે રહેવા દે, નથી કહેવી કોઈ વાત. કોણ કેવો મતલબ કાઢશે, મારા વિશે શું માની બેસશે, મારી વાતનો મિસયુઝ કરશે તો આવા અનેક પ્રશ્નો આપણને મૂંઝવતા હોય છે.