SUJATA

  • 4.9k
  • 1
  • 1.1k

અસ્પૃશ્યતાને સ્પર્શતી અછૂતી ફિલ્મ સુજાતા (૧૯૫૯) ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિમલ રૉય મિડાસ ટચ ધરાવતા નિર્માતા-દિગ્દર્શક. એ જે ફિલ્મને સ્પર્શે એ સોનું થઇ જાય. એમણે ત્રેવીસ ફિલ્મોનું નિર્માણ-દિગ્દર્શન કર્યું. એમાંથી કેટલીય ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે ઍવોર્ડ લઇ આવી. સુજાતા ફિલ્મને પણ ઘણા એવોર્ડ મળ્યા. ૧૯૫૯નો નેશનલ ફિલ્મ ઍવોર્ડ મળ્યો. ઓલ ઇંડીયા સટર્ીફિકેટ ઓફ મેરીટ ફોર થર્ડ બેસ્ટ ફિલ્મ ઇન ફિલ્મ ફેસ્ટીવલ. ફિલ્મફેર ઍવોર્ડની વાત કરીએ તો સુજાતા માટે નૂતનને બેસ્ટ એકટ્રેસનો ઍવોર્ડ, બિમલ રોયને બેસ્ટ ડિરેકટરનો અને બેસ્ટ મુવી માટે ઍવોર્ડ મળ્યા. સુબોધ ઘોષને બેસ્ટ સ્ટોરી માટે ઍવોર્ડ મળ્યો. નિર્માતા : બિમલ રૉય પ્રોડકશન્સ - બિમલ રૉય કલાકાર : નૂતન-સુનિલ દત્ત-શશીકલા-લલીતા પવાર-તરૂણ