અમદાવાદ જેવા મેગાસિટીમાં સ્ક્રીનપ્લે રાઇટર બનવા માટે સ્ટ્રગલ કરતો અનુજ વાસ્તવવાદી છે, તેને પ્રારબ્ધ કરતા વધારે પુરુષાર્થ પર ભરોસો છે, તેની જિંદગીમાં એક છોકરી આવે છે, ધરા. જે તેને નસીબ પર વિશ્વાસ કરવા મજબૂર કરી દે છે. પ્રેમનાં રહસ્યો અને તાણાંવાણાંથી ગૂંથાયેલી અનોખી પ્રેમ કહાણી એટલે, ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી.