સંબંધોમાં માત્ર ને માત્ર સ્નેહ જ નથી હોતો, થોડોક સ્વાર્થ પણ હોય છે. કંઈ જ ન હોય તો પણ છેલ્લે પ્રેમ પામવાની અપેક્ષા તો હોય જ છે. સ્વાર્થ અને અપેક્ષા વચ્ચેનું ડિસ્ટન્સ બહુ લાંબું હોતું નથી. દરેક સંબંધ દિલના નથી હોતા, કેટલાક દિમાગના હોય છે, કેટલાક‘બાગ’ના હોય છે, તો કેટલાક ‘આગ’ના હોય છે, કેટલાક ‘નામ’ના હોય છે, તો કેટલાક‘કામ’ના હોય છે, કેટલાક ‘ભાવ’ના હોય છે, કેટલાક ‘અભાવ’ના હોય છે અને કેટલાક‘સ્વભાવ’ના હોય છે.