મને ગમે છે સ્કૂલબેગ - ભાગ 4

  • 5.1k
  • 3
  • 1.2k

એમાં એક દિવસ એવું બને છે કે ચાર-પાંચ ઢોંગી બાવાઓ શરીર ઉપર ભસ્મ લગાડીને હાથમાં ચીપિયો છે. માથામાં જટા છે. આંખમાં કાજળ આંજ્યા છે. એક હાથમાં કમંડળ ધારણ કર્યું છે. બં બં ભોલે બંબં ભોલે, બોલતા બોલતા મયંક અને તેના મિત્રો પાછળ પડી જાય છે. મયંકને તેના મિત્રોને ઊભા રાખીને કહે છે કે, ‘બચ્ચે લોગ હમ હિમાલય સે આયે હે, લો હમારા પ્રસાદ ખાઓ. તુમ સબ સ્કૂલ મે ફસ્ટૅ આ જાઓગે.’ મયંક એક બાવાના હાથમાં ભૂરકી હતી તે જોઈ ગયો. તેને થયું કે આ ભૂરકી નાખી બાવા અમને બેભાન કરે તે પહેલાંતેને પાઠ ભણાવું. મયંકે હિમતથી કહ્યું કે મારી પાસે મોબાઈલ છે ૧૦૦ નંબર ઉપર પોલીસને ફોન કરું? ત્યાં તો ઢોંગી બાવાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા.