કેટલીક કાઈન્ડનેસ કથાઓ...

(41)
  • 5.8k
  • 5
  • 1.2k

આજના મુશ્કેલી ભર્યા લાગતા જીવનના દુઃખી જેવાં દૂધમાંથી મોહબ્બતની મલાઈ ખાઈ તન-મન મજ્જાનું બનાવવું છે તો પછી સિમ્પલ રસ્તો એ છે: ભલાઈ કરતા રહો. પહેલી નજરે કોઈક સંતનો ક્વોટ સીધો ઠપકાર્યો હોય એવું લાગે. પણ દોસ્તો, બીજાં અસંખ્ય લોકોના તેમજ મારા ખુદના અનુભવના પૂરાવાઓ પેટીમાં પડ્યા હોય ત્યારે શક કર્યા વિના સ્વિકારી લેવું સજ્જનતા નો પહેલો ગૂણ છે. અને એટલે જ તેમાં રહેલી ભલાઈનો ગૂણ આપણે સૌને ગૂણો ભરીને આશિર્વાદ તો આપતું જ રહે છે, સાથે સાથે જીવનની ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય એવાં રસ્તાઓ ખોલી આપે છે. પ્રસ્તુત કેટલીક કાઈન્ડનેસ કથાઓ... પુસ્તકમાં સાચી પાંચ કહાનીઓનું કલેક્શન્સ છે. જે આવી જ ભલાઈને દર્શાવી દિમાગ પર કિક મારવાનું કામ કરે છે. ઘટનાઓ આમ તો સાવ નાનકડી લાગે છે. પણ તેની પાછળ રહેલી નિયતનું વજન ઘણું ઘણું હોઈ શકે. પુસ્તક દ્વારા મેસેજ એટલો જ પહોંચાડવો છે કે...સમય અને સંજોગો ગમે તેવા હોય (યા ન ગમે એવાં પણ હોય) છતાં દિલમાં ભલાઈની લ્હાઈથી માનવતાનું જોડાણ મજબૂત બની શકે છે. જો તમને આ કહાનીઓ ગમી જાય તો મને બીજી આવી કહાનીઓ માટે રિક્વેસ્ટ મોકલશો. એટલે ભાગ -૨ પબ્લિશ કરવાનું કામ પાકું થશે.