Vaishali Radia Bhatelia vaishaliradiabhatelia@gmail.com લવમૅરેજ કે ઍરેન્જ્ડ મૅરેજ પરીણયના પરિચયથી પાંગરે પ્રણય કે, પ્રણયના પરિચયથી પામીએ પરીણય શરત માત્ર એટલી ‘ઉડાન’ સમજણની પાંખ હો વિશાળ. જિંદગી તો ‘છેડા-છેડી’, સાજ છે. સૂરીલો સાજ છેડાય, ત્યારે સૂરીલી અને બેસૂરો સાજ છેડાઈ જાય, ત્યારે નાસૂર બનીને ખટકે! કોઈ જિંદગી સો ટકા સૂરીલી કે સંપૂર્ણ બે સૂરી નથી હોતી. બંને સૂર જિંદગીમાં રેલાય, ફેલાય, ક્યારેક સંકોચાય, તો ક્યારેક વિસ્તરે. એ જ તો છે, જીવનસંગીત. પૃથ્વી પરના તમામ સજીવો એક ચોક્કસવયે હંમેશાં વિજાતીય સાથી સાથે જોડાવાના ઊભરા અનુભવે છે. કોઈ પામે છે, કોઈ ગુમાવે છે, કોઈ પામીને સુખી, કોઈ ખોઈને દુ:ખી. પણ, પામીને પણ જીવનભર