રૂડી રબારણ ભાગ -2

(61)
  • 6.4k
  • 11
  • 1.4k

મુગ્ધાવસ્થાનો પ્રેમ બાલીશ હોય છે. મુગ્ધાવસ્થાના પ્યારમાં લાગણીઓ હોય છે એના કરતા ય દ્વિધા વધારે હોય છે. સમજણ ઓછી પણ કશીશ વધારે હોય છે. મુગ્ધાવસ્થાના પ્રેમમાં ઝનુન હોય છે. પામવાની લાલશા વધુ અને ત્યાગવાની ભાવના ઓછી હોય છે. આવા પ્રેમમાં ત્યાગ કરતા હકની ભાવના વધારે હોય છે. ઈર્ષાની ભાવના બળવત્તર બને છે. બસ આવો જ પ્રેમ કરી બેઠું કથાનાયકનું મન કામણગારી રૂડી પર. ગૌર વર્ણ, માંસલ શરીર, આકર્ષક ચહેરો ધરાવતી રૂડી ખુબ જ ઘાટીલી યૌવના હતી. કથાનાય્કનું મન ઘાયલ હતું. મુગ્ધાવસ્થામાં થયેલા પ્રેમને કથાનાયક પામી શકશે? આ બાલીશ અવસ્થામાં થયેલા પ્રેમનું પરિણામ શું આવશે? શું એના પ્યારમાં કોઈ બાધારૂપ બનશે? આવ બાલીશ પ્રેમનો અંજામ શું હશે? એ માટે વાંચો અત્યંત રસપ્રદ વાર્તા 'રૂડી રબારણ'. અમેરિકામાં ન્યુયોર્કમાં અઢી દાયકાના વસવાટ પછી ગ્રામ્ય વાતાવરણના બેક ગ્રાઉન્ડમાં એક રબારણના પ્રેમમાં પડેલા નવલોહિયા યુવાનની કથા લખવા માટે ત્રીસ-પાત્રીસ વરસ પહેલા જોયેલા ગામની કલ્પના કરીને વાર્તા લખવાનું અઘરું તો લાગ્યું જ, પણ મજા બહુ જ પડી. મારા માટે આ એક નવો જ અનુભવ હતો. પણ આ વાર્તા વાંચીને તમે અભિપ્રાય આપશો ત્યારે મને વધુ આનંદ થશે. -અજય પંચાલ (USA )