सानन्दं सदनं सुताश्च सुधिय: कान्ता प्रियभाषिणी सन्मित्रं सुघनं स्वयोषिति रतिश्चज्ञापरा: सेवका: आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नं गृहे साधो संगुपासते हि सततं धन्यो गृहस्थाश्रम: “ઘર આનંદથી કિલ્લોલતું હોય, બુદ્ધિશાળી સંતાનો હોય, મધુભાષિણી સ્ત્રી હોય, સન્મિત્ર હોય, ન્યાયપ્રાપ્ત ધનવૈભવ હોય, પોતાની પત્નીમાં જ પ્રેમ હોય, આજ્ઞાંકિત સેવકો હોય, અતિથિઓનો આદર – સત્કાર થતો હોય, શિવનું ઇષ્ટપૂજન થતું હોય, રોજેરોજ મિષ્ટાન્ન અને પીણાં પ્રાપ્ત થતા હોય, સાધુ સજ્જનોનો સંગ હોય – આ બધું જેમાં સુલભ થાય તે ગૃહસ્થાશ્રમ ધન્ય છે. ભારતીય સંસ્કૃતિના પાંચ પ્રાણ – - વર્ણાશ્રમ વ્યવસ્થા - પંચમહાયજ્ઞ - પુરુષાર્થ - સંસ્કાર - કર્મ પુનર્જન્મ આ દરેકને સાંકળતા સોળ સંસ્કારોમાંનો એક એટલે વિવાહ સંસ્કાર.