Speechless Words CH.15

(32)
  • 5k
  • 3
  • 1.4k

સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. તો રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’ CH.15… પ્રકરણ 14 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે વિધ્યાર્થીઓ માટે એક કેરિયરલક્ષી કાર્યક્રમ કમ સ્કૂલનું પ્રમોશન રાખવામા આવ્યું હોય છે. જેમાં સ્કૂલના અગિયાર અને બારમાં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા માટેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા અને અગિયાર અને બારમાં ધોરણમાં ભણાવી રહેલા બધા શિક્ષકોનો પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ છોકરીઓને સૌ પ્રથમ જમવાનું હતું આથી ભીડ ના થાય તે માટે છોકરાઓ માટે એક નાનકડા ટેલેન્ટ શો નું આયોજન થાય છે. જેમાં આદિત્ય કવિતા ગઝલ વાર્તા વગેરે કરે છે. ત્યારબાદ છોકરીઓનુ જમવાનું પૂરું થતાં જ બધા જ છોકરાઓનું જમવાનું શરૂ થાય છે. આ જમણવારમાં આપણે જોયું કે છોકરાઓ માટે જમવાનું રહેતું નથી બધુ જ પૂરું થઈ જાય છે. અંતે જમ્યા બાદ પ્રેમ હાથ ધોઈને પાણી પીવા આવતા જ તેનું ધ્યાન ફૂડ કાઉન્ટર પર જાય છે, જ્યાં ઢોસાવાળા ભાઈ જમવાનું ગોઠવતા હોય છે. આદિત્યને ગુસ્સો આવતા જ તે ઢોસાવાળાને જઈને પૂછે છે પણ શું આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...