તારા વિનાની ઢળતી સાંજ-૪

(177)
  • 10.3k
  • 13
  • 3.9k

આહ..!! અચાનક મને મારા શરીર પર ખુબ જ જાણીતો આહલાદક સ્પર્શ થયો અને હું સફાળો જ વિચારોમાંથી જાગી ગયો. હું બેડ પર બેઠો હતો અને ખુશુએ પાછળથી આવીને મને તેની બાહોપાશમાં જકડી લીધો. તેનું આખું શરીર મારી પીઠ ને સજીવન કરી રોમાંચ જગાવવા લાગ્યું. અચાનક જ જાણે મારા બધા હોર્મોન્સ જીવન્ત થઇ ગયાં. મારી એક એક રુહ જાણે એ જ સ્પર્શની ભૂખી હોય એમ એનામાં ભળી જવા તૈયાર થઇ ગઈ. મારા મનની ઈચ્છાઓ પર મેં મુકેલા આદર્શતાના મસ મોટા પથ્થરને એ નાજુક સ્પર્શે પળવારમાં ઓગાળી દીધો. જૂની યાદો અને આ રીતે થતા સ્પર્શમાં કેવી રીતે હું તણાઈ જતો એ બધુંજ મારા મનોમસ્તિષ્ક પર ઘુમવા લાગ્યું અને હું જાણે હિપ્નોટાઇઝ થયો હોઉં એમ ખુશુ તરફ ખેંચાવા લાગ્યો. મારા બન્ને હાથ તેના હાથને રોકવાની જગ્યાએ તેની રુહ સુધી પહોંચવાનો માર્ગ બનાવવા લાગ્યાં. મારા પ્રતિભાવને લીધે ખુશુએ મને વધુ જોરથી તેની બાહોમાં જકડવાનો પ્રયત્ન કર્યો અને અચાનક જ મારી ચામડી માટે સનસનાટીભર્યું એવું તસતસતુ ચુંબન એણે મારી ડાબી બાજુની ડોક પર ચોડી દીધું. મને વીજળીની જેવો કરન્ટ લાગ્યો. મારુ હૃદય આ જાણીતા સ્પર્શના લીધે વધુ ઝડપથી લોહી ફૂંકવા લાગ્યું. હું મારી લાગણીઓ પરનો કાબૂ ધીરે ધીરે ગુમાવવા લાગ્યો.