Speechless Words CH.14

(31)
  • 3.9k
  • 2
  • 1.3k

પ્રકરણ 13 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય સ્કૂલમાંથી પિકનિકમાં જાય છે. જે એક રાત અને બે દિવસની હોય છે. જ્યાં રાતનો ઉતારો એક હોસ્ટેલમાં હોય છે. બ્લુટૂથનો જમાનો હોય ડેનિશ પોતાને મળેલી પોર્નફિલ્મ બ્લૂટુથ દ્વારા શેર કરવા માટે હોસ્ટેલમાં પ્રશાંતના રૂમે આવે છે અને પ્રશાંતને બ્લુટૂથ દ્વારા વિડિયો શેર કરવા જતાં આ વિડિયો ભૂલથી અમિત સરને શેર થઈ જાય છે પણ સદભાગ્યે ડિવાઇસનું નામ પોતાના નામ પરથી ના હોવાથી ડેનિશ બચી જાય છે. પ્રકરણ 13 માં આપણે છેલ્લે જોયું તેમ આદિત્ય બી ગ્રુપમાં હોવા છતાં સી ગ્રુપના ક્લાસમાં એક્સ્ટ્રા ક્લાસ ભરવા માટે જાય છે. ક્લાસમાં વાતો કરવાની પોતાની આદતના લીધે ક્લાસમાં ગણિત વિષય ભણાવી રહેલા સોરઠિયા સરની નજરે ચડી જાય છે. સોરઠિયા સર તેને ક્લાસમાં આગળ બોલાવે છે. હવે શું સોરઠિયા સર આદિત્ય પર ગુસ્સે થશે હવે તો દિયા પણ રિયલ આદિત્યને ઓળખવા લાગી છે તો શું આ પ્રકરણમાં દિયા આદિત્યની મુલાકાત થશે તો પછી અમદાવાદવાળા દિયાના ક્રશનું શું થશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...