મિ.જાની,મિ.વ્યાસ અને રાણા કેસની ફાઈલો લઈને ગોળાકાર ટેબલ પર ખૂબ નાની નાની બાબતો તપાસતા હતાં. લાંબા કેસો એ પણ ખાસ કરીને સુરતથી શરૂ કરીને જ્યાં સુધી બધાનાં કનેકસન હતાં ત્યાંથી બધા પોલીસ અધિકારીઓનાં મેઈલ આવી ગયાં હતાં. જાની બધાની પ્રિન્ટ આઉટ લેતા હતાં અને ફોટા સાથે સરખાવતા હતાં. વ્યાસ ત્રણ અલગ અલગ રંગોની પેન લઈને ગોળ નિશાન બનાવતા હતાં અને ડાયરીમાં કશુંક નોંધી રહ્યાં હતાં. રાણા પણ ચશ્મા ચડાવીને પાના 'સેટ' કરી રહ્યો હતો. રાણા આ લોકો કોઈક મોટી ટોળકીની અસર નીચે છે. આટલું કહી મિ.વ્યાસે રેડ રાઉન્ડ બતાવ્યાં અને બધી નોટ્સ બતાવી