અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૯

(61)
  • 3.2k
  • 3
  • 922

ફ્રેન્ડઝ, પાછલા એપિસોડમાં આપણે રીઝ્વાન ઘાંચીની કલમની કમાલ જોઈ. આ એપિસોડમાં ડો.મિતુલના પાત્રને તેઓ એક નવી જ લાઈટમાં લઇ આવ્યા. સગા ભાઈના આર્થિક પતન માટેના કાવાદાવા અને તેનાં પોતાનાં આર્થિક ઉત્કર્ષની લાલસા તો આ પહેલાનાં પ્રકરણોમાં આલેખાઈ હતી, પણ આ સાથે અહીં તેઓએ ડો.મીતુલનો એક નવો ચહેરો પણ બતાવ્યો. પોતાની સગી ભત્રીજી પ્રણાલીને પણ આવા જ કોઈક બ્લેકમેઈલનો શિકાર બનાવીને, પછી તેનાં લગ્ન પોતાની ઈચ્છિત જગાએ કરાવી પોતાનો એક કરોડનો દલ્લો કબજે કરી લેવાનો એક શેતાની વિચાર તેમને આવ્યો ખરો, પણ થોડી જ વારમાં પ્રણાલી પ્રત્યેનાં પિતૃતુલ્ય-વાત્સલ્યની સામે તેમની મક્કારી મ્હાત ખાઈ ગઈ. કહેવાય છે કે સંતાનહીન હોય તેમને સંતાન-પ્રેમ શું હોય, તે ખબર જ ન હોય. અને એક વિરોધાભાસી વિધાન એવું પણ છે, કે સંતાનહીન વ્યક્તિઓને, જયારે પોતાનો પ્રેમ આપવા માટે કોઈ જ ન હોય, ત્યારે તેઓ કોઈક પારકાના સંતાન પર પણ પોતાની મમતા..પોતાનું વાત્સલ્ય ઠાલવી દેતા હોય છે. ડો.મિતુલના કિસ્સામાં પણ કદાચ એવું જ થયું, કે પ્રણાલી પ્રત્યેના પ્રેમે તેમને તેની સાથે કાવાદાવા રમતા રોકી પાડ્યા. આમ મિતુલની સદાયની દુષિત છબીને રીઝવાનભાઈએ તેમના પ્રકરણમાં, થોડી તો થોડી પણ ઉજળી બતાવી. તો આવી જ રીતે અશ્ફાકના પાત્રને પણ તેઓના લખાણે એક નવી જ ઊંચાઈ દેખાડી. પોતાનાં ખાસ જીગરી મિત્ર અનિકેતે જયારે પ્રણાલીનું કારણ આગળ ધરીને તેનાં સાચા પ્રેમને રીજેક્ટ કર્યો, ત્યારે વ્યથિત અશ્ફાકે એક સંવેદનશીલ મિત્રની જેમ તેના રસ્તા..તેની દુનિયાથી દુર થઇ જવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટથી મુંબઈ પાછા ફરતી વેળાએ અનિકેતના ઘરની પાયરી કદાપી ન ચડવાના નિર્ણય પર, ‘અનિકેત HIVગ્રસ્ત’ હોવાનાં સમાચારે વીજળી સ્વરૂપે ત્રાટકી તેના તે મક્કમ નિર્ણયને ભોંયભેગો કરી દીધો, અને તેની ફિકરમાં અડધો-અડધો થતો તે લાગલો જ અનિકેત તરફ દોડી આવ્યો, પણ બસ ફક્ત બે-ત્રણ કલાકમાં જ...પોતાની ચાર દિવસની ગેરહાજરી દરમ્યાન અનિકેતે કરેલા મુર્ખામીભર્યા ભવાડાની તેને ખબર પડતા જ, અશફાકનો ગુસ્સો પળવાર માટે તો સાતમે આસમાને પહોચી ગયો. પણ ત્યાં જ, HIV જેવી ભયંકર બીમારી અને ઉપરથી પેલું બ્લેકમેઈલીંગ, આમ બેવડી ઉપાધિમાં પોતાના મિત્રને અટવાયેલો જોઈ, તેની કરુણા ફરી આળસ મરડીને જાગી ઉઠી. ફરી એકવાર પોતાની બધી જ ફરિયાદો ભૂલી જઈ, તે અનિકેતને બનતી મદદ કરવાનો ઈરાદો કરી બેઠો. આમ રીઝવાનભાઈએ ફરી એક વાર સાબિત કરી આપ્યું, કે કોઈ પણ વ્યક્તિ, ભલે ગે હોય, તો પણ તે હોય તો છે આપણા સહુ જેટલો જ [કદાચ આપણાથીયે વધુ] પ્રેમાળ અને સંવેદનશીલ. અનિકેતની આ ભયંકર બીમારીમાં પોતે કોઈ રૂપે મદદ થઇ ન શકે કદાચ, પણ બ્લેકમેઈલીંગમાં તો પોતાથી બનતું કરી છૂટવા તેણે બ્લેકમેઈલર નો ફોન નંબર ચેક કર્યો, તો તે નંબર તેને જાણીતો લાગ્યો. આમ એક વિસ્મયભર્યો આંચકો વાંચકોને આપી રીઝવાનભાઈએ પોતાનો એપિસોડ પૂરો કર્યો. અને પછી આ એપિસોડ લખવા માટે મેં આપ્યો સરલાબેન સુતરીયાને. હવે વિચારો કે અમારી આ આટલી બોલ્ડ વાર્તામાં લેખિકા કેટલા સીનીયર હોઈ શકે જે વાર્તા-થીમ છે, એ જોતા તો એમ જ થાય કે ઉમરમાં લગભગ યુવાન એવા લેખકોએ જ આ લખી હશે. પણ આમારી ટીમની આ જ તો ખાસિયત છે. બરોડામાં રહેતા સરલાબહેન ગૃહસ્થીમાં એક દાદી બની ગયા હોવા છતાં, અમારા આ અઢી અક્ષરના વહેમના વહેણમાં અમારી સાથે જ વહ્યા છે...તણાયા છે..અને શબ્દોમાં વ્યક્ત પણ થયા છે. સામાજિક રીતે અતિ વ્યસ્ત હોવા છતાં, ‘મને કહેજો, હું લખીશ’ એ શબ્દો સરલાબહેનના જ હોય. એક આદરણીય સન્નારી અમારી આ બોલ્ડ વાર્તાના પ્લોટમાં લખવા માટે જોડાય, એ જ આ ક્રિએટીવ ટીમની ખરી ક્રીએટીવનેસ છે. તેમનો આ એપિસોડ વાંચ્યા પછી તેમને સલામ કરવા તમારો હાથ જો ન ઉઠે, તો જ નવાઈ. કારણ..ઓનેસ્ટલી તેમનો આ એપિસોડ વિવિધરંગી છે, અને બધાય રંગ તેઓએ બખૂબી આમાં પૂર્યા છે. આમાં બે પુરુષોની અંગત-પળોનું વર્ણન છે તો મા-દીકરાનાં લાગણીભર્યા સંવાદોય છે બાપ-દીકરા( ) જેવા જ કોઈક એક સંબંધનું નવું જ પરિમાણ ઉમેરાયું છે તો ગે-વર્લ્ડમાં થતી નવી ઓળખાણોની રીત, અને તે પછીની ગતિવિધિઓનું બેધડક વર્ણન પણ આમાં આલેખાયું છે. તો આવા રંગબેરંગી સરલાબેનને સલામ કરતા કરતા, તેમનો આ વિવિધરંગી એપિસોડ તમારી સૌની સમક્ષ રજુ કરતા હું ગર્વ અનુભવું છું. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..