પહેલા માર્કેટ માં જોક ફરતો હતો કે ગુજરાતીઓ જો આઈ.પી.એલ રમશે તો પછી મેચ પર સટ્ટો કોણ રમશે? આ જોક નાં કારણે આપણા ગુજરાત ની કોઈ આઈ.પી.એલ ટીમ નહતી. પણ અચાનક જ જ્યારથી ગુજરાત ની આઈ.પી.એલ ટીમ રમતી થઇ ગઈ ગુજરાતી લોકો નો ઉત્સાહ વધી ગયો. એ વાત અલગ છે કે રાજકોટ ની ટીમ મળી હોવા છતાં રાજકોટ નાં પેંડાવાળા એ પ્લેયરોને મફતમાં પેંડા નાં ખવડાવા પડે એટલે સ્પોન્સર શીપ માં પડ્યા નહિ.