અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૭

(74)
  • 3.7k
  • 5
  • 1.1k

તો મિત્રો, આ વાર્તાના પ્રકરણ-૬માં મેં આપ સહુને એક ગે-બારની મુલાકાત કરાવી આ બીયર-બારમાં ગયેલા અનિકેતની પલાયનવૃત્તિથીયે આપનો પરિચય કરાવ્યો. દુઃખ, વિયોગ અને મુસીબતનો સામનો કરવાની બદલે માણસ, જયારે બેબાકળો થઇ આવી ભાગેડુ નીતિ અપનાવે છે, ત્યારે કોઈને કોઈ નવી તકલીફમાં પોતાની જાતને હોમી જ દેતો હોય છે. કંઇક આવું જ આપણા આ અનિકેતની સાથે પણ બન્યું. હા, અત્યાર સુધી સીધા-સરળ પ્રણય-ત્રિકોણની પરિધિમાં રમતી આ વાર્તાને, થોડી વધુ રોમાંચક અને રસીલી બનાવવા માટે, મેં તેમાં થોડું થ્રિલ ઉમેરવાનાં ઉદ્દેશથી એક નવું પાત્ર ઉમેર્યું છે, સલીલનું. ચોથા પ્રકરણમાં રવિ યાદવે જે પાત્રનો ઉમેરો કર્યો હતો, તે ડ્રમ વગાડવાવાળા સંજુનો એક સાગરિત એટલે આ સલીલ. એક સ્ત્રેણ ટાઈપનો એવો યુવાન, કે જે કોઈ પણ પ્રકારના કાવાદાવા રમી શકે, અને એમાંય જયારે સંજુ જેવા મવાલીનો સંગાથ હોય, તો આવો યુવાન કોઈપણ નિમ્ન કક્ષાએ ઉતરી શકે છે. આમ ધીરે ધીરે ડો. અનીલ અને અનિકેતની સામે પડેલી ગેંગ હવે મોટી થતી ચાલી છે. મિતુલ, ટોની, સંજુ અને હવે સલીલ. તો આ પાત્રને ઉમેરી, ભલા-ભોળા-સરળ અનિકેતને તેની જાળમાં અટવાતો બતાવી, મેં મારું પ્રકરણ ત્યાં પૂરું કર્યું, અને સુકાન સોંપી અમારી ટીમનાં રીટાબેન ઠક્કરને. આણંદમાં જેવા નાના શહેરમાં રહેતા રીટાબેન, મુંબઈમાં રહેતી કોઈપણ ફેશનેબલ લલનાને સહેલાઈથી મ્હાત આપી દે તેવા, એક નખશીખ આધુનિક વિચારસરણી ધરાવતા સ્ત્રી છે. દેખાવે, વિચારે આધુનિક ખરાં, પણ તે છતાયે, તેઓ એક સેન્સીટીવ લેખિકા છે. ફેસબુક પર તેઓ પોતાના રોજબરોજના અનુભવોય બહુ હ્રદયસ્પર્શી શબ્દોમાં વ્યક્ત કરતા રહે છે. અને માટે જ ફેસબુક પર સરસ મજાનું બહોળું વર્તુળ ધરાવતા તેઓ, પોતાના આ વર્તુળમાં ખાસ્સા લોકપ્રિયેય છે. આ એપિસોડ લખવા પહેલા તેઓએ કોઈક ઓપરેશન કરાવવાનું હોવાથી હોસ્પિટલાઈઝ્ડ પણ થયા હતા. તે છતાય, આ તેમનો બેલેન્સ-શીટ જેવો, એકદમ બેલેંન્સ જાળવીને લખેલ એપિસોડ જોઇને સુખદ અચંબો થઇ આવ્યો. કદાચ, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ એવા પતિની પત્ની હોવાના કારણે આ ગુણ તેમનામાં ઉતરી આવ્યો હશે. પાછલા પ્રકરણમાં અનિકેત વિરુદ્ધ ગોઠવાયેલી જાળનો તેમણે ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી, એક ક્રાઈમ-લેખિકા જેવી આગવી સૂઝથી વાતને વધુ ગૂંચવી આપી છે. તો પ્રકરણના ઉત્તરાર્ધમાં ડો.અનીલ અને તેમની પત્ની વચ્ચે હૃદયસ્પર્શી સંવાદો મૂકી, પોતાની લાગણીશીલતા નોય પરિચય કરાવી આપ્યો છે. તે ઉપરાંત, પ્રકરણનાં અંતમાં વાંચકો માટે એક વધુ આંચકો પણ તેમણે તૈયાર રાખ્યો છે. તો આવો, વાંચીએ અમારા ગ્રુપમાં સદા એક્ટીવ રહેતા આ આધુનિક લેખિકાનો એક ‘બેલેન્સ્ડ’ એપિસોડ. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..