Svapnsrusti Novel ( Chapter - 29 )

(30)
  • 3.1k
  • 2
  • 1.1k

જેમ તેમ કરીને મેં મારામાં હિંમ્મત ફરી એકઠી મારી આંખોમાં છવાયેલું રોષનું ભૂત મારા પર હાવી થઇ ચુક્યું હતું. અબળાનો ગુસ્સો અને રોષ જયારે ભેગા મળે કદાચ ત્યારેજ એમાં છુપાયેલી કાળકા જાગી જતી હશે અને માણસાઈ ભૂલી જતી હશે. મેં એજ લોખંડના રોડ વડે બધાજ શૈતાનોનો ભોગ લઇ લીધો હતો એકના પણ માથા, હાડકા, હાથ, પગ કે કંઈ પણ કદાચ ફરી જોડાવાની કે સાઝા થવાની સંભાવનાઓ બની શકે એ પણ હું પણ મિટાવી ચુકી હતી. જાણે કોઈ અજાણી શક્તિ સમાન કાળકા સાક્ષાત એમનો ભોગ લેવા જાગી ઉઠી હતી એક વિફરેલી સીહણના જેમ એમને ફંફોળી નાખ્યા હતા કદાચ એમનો તો જીવ પણ સ્વર્ગ સીધારી ગયો હશે. ગુસ્સો હજુય હતો પાંચે રાક્ષસ તો હવે હણાઈ ગયા હતા પણ, હજુય એમનો સરદાર બાકી હતો. મારા સબંધો હું ત્યારે ભુલાવી ચુકી હતી એ મારો પતિ હતો એય ત્યારે યાદ નઈ આવ્યું હોય એમ એના પાછળ દોડી ગઈ. એ નીચે ઉતરતા ઉતાવળમાં સીડીઓમાં ગબડ્યો અને એકજ ફટકામાં વધેરાઈ ગયો જાણે કોઈ નારિયેળ વધેરાયું હોય એમજ ત્યારે મારા પર ખૂન સવાર હતું. વધુ કઈ કરું એ પહેલાજ મારા ગાલ પર એક ઝોરનો લાફો ઝીંકાયો એ લાફો મને વર્તમાનમાં પાછાડી ગયો પણ હવે બધુજ પતિ ગયું હતું મારા હાથ, કપડા અને આંગણું બધુજ લોઈથી ખરડાયેલું હતું. એ લોઈ બધા શૈતાનોનું હતું કદાચ લાલ હતું પણ એમાં હેવાનિયતના કીડા ટળવળી રહ્યા હતા. read more... give your feedback here... dont forget to write a reason for low or high retings...