અઢી અક્ષરનો વહેમ - ભાગ ૬

(66)
  • 4.1k
  • 7
  • 1.1k

વાંચક-મિત્રો, આ વાર્તાના પાછલા પ્રકરણમાં આપણે સૌએ જોયું, કે અમારી ટીમના એન.આર.આઈ. સભ્ય શ્રી અજય પંચાલે વાર્તાને ખુબ જ સરસ માવજત આપી છે. પ્રકરણના શરૂઆતના અમુક ફકરાઓમાં નાયક-નાયિકાની અંગત પળોનું ભારોભાર શૃંગારિક વર્ણન તેમણે કર્યું, અને પછી તરત જ તેઓએ વાર્તામાં એક ગંભીર વાતાવરણ પણ ઉભું કરી નાખ્યું. ડો.અનીલ સરૈયાને દીકરીની મૂંઝવણ જાણે ઓછી હોય તેમ, હોસ્પીટલમાં દર્દીઓની ફરિયાદવાળો પ્રસંગ લાવી તેમણે ડોકતર સાહેબની તકલીફમાં થોડો ઓર વધારો કર્યો છે. તદુપરાંત તે પ્રકરણમાં તેમણે પ્રણાલીની અસામન્ય સેકસ્યુઆલિટીની એક સાવ નવી જ વાત આગળ લાવી, આપણને સહુને ય અચંબામાં નાખી દીધા કે આવા પ્રકારનીની પણ માનસિકતા શું ઉદ્ભવે છે આ દુનિયામાં તો તેનો જવાબ છે, ‘હા.’ કારણ, પુરતું હોમવર્ક કર્યા બાદ જ, આધારભૂત માહિતીઓ અને હકીકતોના આધારે જ, પૂરી સમજણ સાથે ‘હોમોસેકસ્યુઆલિટી’, ‘બાયસેકસ્યુઆલિટી’, ‘એસેકસ્યુઆલિટી’, ‘ડેમીસેકસ્યુઆલિટી’, જેવા ભારેખમ અને ગંભીર જણાતા શબ્દોનો આ વાર્તામાં ઉપયોગ થાય છે. બને એટલા વિસ્તારમાં આ બધા શબ્દોની પરિભાષા અને તેની સમજણ વાંચકોને આપવાની કોશિષ પણ કરી છે, અને તે પણ, વાર્તાની પ્રવાહિતાને નુકસાન ન પહોચે તેનું ધ્યાન રાખીને જ, તો આમ ડો.અનીલ અને તેમના પત્ની, પોતાની દીકરી પ્રણાલીને HIVગ્રસ્ત અનિકેત પાસેથી પાછી વાળવાની કોશિષ કરે છે, તો પોતાની અસામાંન્ય માનસિકતાથી સારી રીતે સભાન, એવી પ્રણાલી અનિકેતને ન છોડવાની જીદ લઈને બેઠી છે. હવે આગળ કેમ કરવું આવો સવાલ આપણા મગજમાં રમતો મુકીને અજયભાઈ પંચાલે પોતાનું પ્રકરણ પૂરું કર્યું. તો ત્યાંથી વાર્તા ઉપાડીને આગળ વધારવાની જવાબદારી આ પ્રકરણ પુરતી મારી છે, કે જે મેં મારી સમજણપૂર્વક પૂરી કરવાની કોશિષ કરી છે. આ પ્રકરણમાં અનિકેતની માનસિકતાનો, તેની મૂંઝવણભરી અવસ્થાનો આપ સૌને વધુ પરિચય કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તદુપરાંત, [પેરીસના એક ગે-બારના વર્ણનની કોઈક મેગેઝીન પરથી પ્રેરણા લઈને] એક ગે-બારની મુલાકાત કરાવી વાંચકોને આવા બારના વાતાવરણનો, ત્યાં આવતા જતા લોકોની માનસિકતાનો, તેમની હિલચાલ, તેમની લાક્ષણિકતા અને ખાસિયત, તેમનું ત્યાંનું વર્તન..વગેરેનું એક આભાસી ચિત્ર ઉભું કરી આપવાની કોશિષેય કરી છે. ભૂતકાળની અમુક ઘટનાઓનો જરૂર પુરતો ઉલ્લેખ કરી, વાર્તાને થોડી આગળ વધારવાનો પણ આમાં પ્રયત્ન કર્યો જ છે, કે જેથી વાર્તાની ગતિમાં કોઈ ખલેલ ન પહોચે. તો આશા રાખું છું કે આપ સૌને આ પ્રકરણ ગમશે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..