કોઈ માણસ ક્યારેય એવું ઇચ્છતો નથી કે તેને જેના ઉપર લાગણી હોય એ નારાજ થાય. પોતાની વ્યક્તિ રાજી રહે એ માટે માણસ કંઈ પણ કરતો હોય છે. અંગત વ્યક્તિની નારાજગી આપણને સૌથી વધુ દુ:ખી કરી જતી હોય છે. આપણે ઉપાયો શોધતા હોઈએ છીએ કે શું કરું તો એને મજા આવે. માણસ માત્ર ખુશ રહેવા જ બધું કરતો હોતો નથી, પોતાની વ્યક્તિને ખુશ રાખવા માટે પણ ઘણું બધું કરતો હોય છે. તમે ક્યારેય તમારી જાતને એવો પ્રશ્ન કર્યો છે કે તમે જે કંઈ કરો છો એ કોના માટે કરો છો