સફળતા સુધી ની જર્ની

(30)
  • 3.2k
  • 5
  • 1.2k

“સફળતા” કદાચ આ શબ્દ સાંભળી ને જ એક લાંબી અને સખ્ત મહેનત વાળી જર્ની આંખો સામે છવાઈ જતી હોય છે. પણ સફળતા મેળવવાં માટે આ જ એક જર્ની કરવી જ પડે છે. કસોટી ની એરણે ચડ્યા વિના કોઈ પણ વસ્તુ ઉત્કૃષ્ટ બની શકતી નથી, કે નથી તેનું કોઈ મુલ્ય હોતું. એ તો પેલા સુત્ર જેવું જ છે ને “નો પેઈન નો ગેઇન” સંઘર્ષ વિના જીત નથી. જેવી રીતે સોનું ભયંકર આગ માં તપીને જ શુદ્ધ, ચમકદાર અને ઉપયોગી બંને છે તેવી રીતે માણસ પણ મુશ્કેલી ની આગમાં તપીને જ ઉત્કૃષ્ટ, સૌંદર્ય યુક્ત, પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ બને છે. એટલે જ, સફળતા એ સંઘર્ષ પછી નું સત્ય છે.. અને આ જર્ની તેના માટે ખેડવી જ રહી..