સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’નું પ્રકરણ 6… Ravi Rajyaguru