વિષાદી ધરાનો પ્રેમ

(19)
  • 2.9k
  • 2
  • 1.3k

ઇરાક-ઈરાન-અફઘાનિસ્તાન-સાઉદી અરેબિયા-પાકિસ્તાન આ બધા ભારતના ઘણા નજીકના મુસ્લિમ રાષ્ટ્રો છે. અને પાછલી કેટલીય સદીઓથી આ રાષ્ટ્રો - તેની સંસ્કૃતિ - તેની ઈકોનોમી અને તેના પર્યાવરણ સુધ્ધાંનો ભારતની સંસ્કૃતિ અને જનજીવન પર પ્રભાવ રહ્યો છે. અને એવી જ રીતે ભારતના આવા બધા પરિબળોનો એ દેશોની પરિસ્થિતિ પર પ્રભાવ રહ્યો છે. પણ, પાછલા કેટલાક વર્ષોથી - ખાસ કરીને ભારતમાં લોકશાહીની સ્થાપના બાદના વર્ષોમાં - દેશના લોકોમાં આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ વિષે ભ્રમણાઓ હોય એવુ મને લાગ્યા કર્યુ છે. હું મારા કામકાજને કારણે આ વિસ્તારોમાં સતત પ્રવાસ કરતો રહેતો હોઉ છું અને કેટલાય નવા નવા લોકોને કેટલીય જૂદી જૂદી પરિસ્થિતીઓમાં મળતો હોઉ છું. ત્યાંના સાહિત્યનો પણ હું ઘણો શોખિન છુ અને તેનો અભ્યાસ પણ કરતો હોઉ છુ. આ પ્રદેશની કેટલીક વાર્તાઓ મારા વાંચવામાં આવી જે ખાસ તો આ પ્રદેશની સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને લખાયેલી-કહેવાયેલી છે. ઈરાકની યુધ્ધભરી પરિસ્થિતિની વચ્ચે આવી જ એક ઈરાકી-કૂર્દીશ સ્ત્રીના પ્રેમની આ કહાણી છે. સાચી ઘટનાઓ પર આધારિત આ વાર્તા અગાઉ અંગ્રેજીમાં કહેવાઈ ચૂકેલી છે અને એનો આધાર લઈને હું અહીં ૭૦-૮૦ના દાયકાના ઈરાકના ચિતાર સાથે સરળ - આગવી શૈલીમાં પીરસવા પ્રયાસ કરીશ. વાર્તા ઘણી લાંબી હોવાથી આપણે એને ધારાવાહીની રૂપે માણશુ. મારો પ્રયત્ન રહેશે કે દર અઠવાડીયે એક નવો ભાગ અહીં તમારા રસાસ્વાદ માટે મૂકુ. આશા રાખુ કે તમે માણો અને એ સ્ત્રીના બલિદાનને બિરદાવો.