પેશ્વાગાથા - બાજીરાવ પેશ્વાની ગાથા

(58)
  • 18.8k
  • 22
  • 6.6k

આપણાં દેશનાં સૌથી પ્રખર રહેલ સાશકો કે પછી યોધ્ધાઓની સુ્ચી બનાવીએ તો મરાઠા પેશ્વાઓનું નામ એ હરોળમાં મોખરે રહેશે. એવા પેશ્વા શૈલીનાં અતિપ્રભાવશાળી, યશવંત અને શૂરવીર એવા ‘પેશ્વા’ વિશે પ્રાપ્ત સંદર્ભનું એક માવજત ભર્યું દસ્તાવેજીકરણ કરી સંકલન સ્વરુપ માતૃભારતી એપ્પ પર ઈબુક સ્વરુપે પ્રકાશિત કરવાની ચેષ્ટા કરું છું. બની શકે પ્રસંગોપાત કે પાત્રાલેખનમાં અંકિત કોઈ માહિતી ચૂક હોય તો ક્ષમા કરશો જી. ઐતિહાસિક પાત્રગાથા લખવું એજ એક સાહસ ભર્યું ભગિરથ છે. જેને જતનથી લખવાનો પ્રયત્ન આદર્યો છે. બાહોશ આજાનબાહૂ એવા બાજીરાવ પેશ્વાની ગાથા એક વીરયોધ્ધા તરીકે જાણીતી થઈ એમ જ એમની મસ્તાની સાથેની રસઝરતી પ્રેમકહાની પણ વખત જતાં એટલી જ માનીતી થઈ હતી. એવી શૈર્યશાળી પેશ્વાગાથા આપને વાંચવી ગમશે. - કુંજલ પ્રદિપ છાયા