માણસ સંસારિક કર્તવ્યોમાં એવો તે ગુંચવાતો રહે છે કે એના માટે જીવન એક સંઘર્ષ બની જાય છે. જીવનનો સૂર્ય આથમે ત્યાં સુધી માનણસ તેમાંથી બહાર નીકળી શકતો નથી. પણ દિવસ માણસનો શત્રુ છે તો રાત માણસની મિત્ર છે. માણસ દર્પણ સામે ઉભા રહીને સમસ્યાનું નિવારણ શોધતો ફરે છે. તેમના મનમાં ચાલતી મુંજવણ હોઠ પર આવતા પહેલા જ અટકી જાય છે. કોઈ માણસ માટે જીવન નર્ક બને છે તો એનું કારણ માણસ પોતે જ હોય છે. યુવાનીમાં ભવિષ્યનું પ્લાનિંગ કરવાને બદલે વર્તમાનને નિઃસંકોચપણે માણવો એ માણસની સૌવથી મોટી ભૂલ છે.