કિટલી..અનેક સ્મરણોની...!

(12)
  • 1.8k
  • 1
  • 478

નાનું સરવૈયું. અનુભવોની લ્હાણી. ....ફરી એક અલ્પવિરામ પર ઉભો છું. નાની જિંદગીનું નાનું સરવૈયું કાઢી રહ્યો છું. ગુમાવ્યું શું તે યાદ નથી. પરંતુ, ઘણું બધું કમાયો છું. એ કમાણીમાં વ્યક્તિ, વાણી અને વર્તન છે. આ ત્રણેય મને ખુશીની સંકલ્પના આપે છે. વિત્તની ગડમથલ કરવા કરતા, જો ચિત્તનું ઓઈલીંગ કરીશ તો જવાબ મળે છે, હા. ખરું સત્ય તે જ છે. ખુશીઓનું મુદ્દલ જ એટલું થઇ ગયું છે કે તેના વ્યાજ વડે જ દિવસો નીકળી જાય છે.