તુજકો ચલના હોગા ૨

(21)
  • 2k
  • 8
  • 882

માણસે કોઈ વસ્તુ જોઈતી હોય અને જો તે એના માટે મહેનત ન કરે, પરસેવો ન પાડે તો બેઠા બેઠા એની ઈચ્છા કેવી રીતે પૂરી થશે સફળતા મનુષ્ય નાં પરસેવાનું ફળ છે. આ વાત ક્યારેય ભૂલવી જોઈએ નહિ. મનુષ્ય માં દરેક પ્રકારની સફળતા મેળવવાની શક્તિઓ રહેલી છે, પરંતુ એનો ઉપયોગ મહેનત અને પુરુષાર્થ કરવામાં જ છે જે રીતે હંમેશા વહેતી નદી નું પાણી સ્વચ્છ તથા નિર્મલ રહે છે અને સરોવર નું બંધિયાર પાણી ગંદુ થઇ જાય છે, એવી રીતે મહેનતુ વ્યક્તિ ની શક્તિઓ સજીવ અને સાર્થક બને છે તથા આળસુ વ્યક્તિની શક્તિ નિર્જીવ બનીને નાશ પામે છે, નદીની જેમ હંમેશા સક્રિય રહેતી વ્યક્તિ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી જ લે છે.